ખોડાબાપા સાથે સત્સંગની વાણીનાં અંશ – વિડીયો – 03-03-2017

હંમેશા કોઇપણ પ્રશ્નની અંદર બે મુદ્દા હોય છે. જડતા અને સરળતા. – ખોડાબાપા

 

તમારે મેળવવું છે ઇ તમારી જડતા છે. – ખોડાબાપા

 

સરળતા ત્યારે જ આવશે કે જ્યારે તમને નક્કી થાહે કે આ થઇ રહ્યું છે, હું કરતો નથી. – ખોડાબાપા

 

જ્યા સુધી તમે કરો છો તેવી ધારણા છે, ઇ જડતા છે. ત્યા હુધી નિષ્ફળતા સિવાય તમારી અંદર નહી આવે કાંઇ. – ખોડાબાપા

 

જો આમા સફળતા મેળવવી હોય તો થઇ રહ્યું છે એમાં આવી જાવ. – ખોડાબાપા

 

જેમ થવાનું છે તેમ જ થાશે તો મારે કરવું શા માટે જોઇએ? – ખોડાબાપા

 

મારી દ્રષ્ટીએ…… શાંત થઇ જાવ. – ખોડાબાપા

 

કઇરું છે એનો હરખ-શોક રેહેજ, અને હરખ-શોક રેહે તો એને જનમ-મૃત્યું મટે નહી. – ખોડાબાપા

 

આપણે કરવું છે ગમે ઇ, પણ એનો હરખ-શોક નથી કરવો. – ખોડાબાપા

 

તમારા જીવનની અંદર જ્યા સુધી કર્તા છો ને ત્યા સુધી જ ભોગતા છો. જ્યારે કર્તા મટી જાહો ત્યારે ભોગવવાનો પ્રશ્ન નહી આવે. – ખોડાબાપા

 

આપણા જીવનને જ પહેલા નિર્ભય બનાવવું છે. આપણો ધ્યેય જ નિર્ભય બનાવવાનો છે. નબળાઇ હોય ત્યા સુધી મારી દ્રષ્ટીએ ધ્યેય નિર્ભય બને નહી.  – ખોડાબાપા

 

ઇશ્વર મારાથી રજ માત્ર જુદો હોઇ ના શકે, અને હું ઇશ્વરથી રજ માત્ર જુદો હોઇ ના શકુ. આ ધ્યેયથી જીવવું છે. અને આ માત્ર ધ્યેય નથી હકીકત છે.  – ખોડાબાપા

 

સમરસ એક જ સતા વિલસી રહી છે. બીજી કોઇ સતા જ નથી. એક જ અસ્તિત્વ છે. બે છે નહી.  – ખોડાબાપા

 

હું ચોક્કસ કવ છું છે કાંઇ નો થાઇ તો કાંઇ નહી, મારી યાદી કાફી છે. પછી ક્યા વાત રઇ? છેડો સુધારે, સુધારે ને સુધારે. – ખોડાબાપા

 

દિલદારની દુનિયામાં દિલગીરીનું સ્થાન ના હોય. – ખોડાબાપા

 

તમારું ઐશ્વર્ય તો જુઓ. સૂર્ય પ્રકાશ આપે, આકાશ છત્રછાયા આપે, વાયું વિંઝણો આપે, પાણી શિતળતા આપે… આવડા મોટા ઐશ્વર્યની અંદર કંગાળતા? આહાહા… – ખોડાબાપા

 

આ સર્જન આખું અભેદનું જ બનાવેલું છે ત્યા અભેદ જ હોય ને! – ખોડાબાપા

 

મારે ઇ જ કરવાનું છે કે તમારી અંદર ભેદ રૂપી કણું પઇડુ છે ને ઇ જ કાઢી લેવાનું છે. પછી આઝાદ પંછી જ બની જાવ. ઉડવા મંડો. મારો ઇરાદો જ ઇ છે.  – ખોડાબાપા

 

મને ખબર છે કે એક કણું જ પઇડુ છે. હકીકતમાં આખેઆખો કાદવમાં ડુઇબો નથી. માયામાં નથી ગરી ગ્યો. કણારુપી જ છે. – ખોડાબાપા

 

અજ્ઞાન હોય ને તો કણારુપી જ છે, આથી વધારે અજ્ઞાન ય નથી.  – ખોડાબાપા

 

આસનમાં બેહી જાવ. જેટલી બને એટલી નજરને ટુંકાવો.  – ખોડાબાપા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *