ખોડાબાપા સાથે સત્સંગ વિડીયો. તા. ૧૭-૦૨-૨૦૧૭

=> ત્રીજો મુદો અવ્યક્ત હશે તેને તમે ગમે તેમ કરશો તો પણ સમજી નહી શકો. – ખોડાબાપા

=> ધ્યાનની છણાવટ હોઇ શકે, ધારણાની છણાવટ હોઇ શકે, સમાધિની નો થાય. – ખોડાબાપા

=> ચિત અને આનંદનું વર્ણન થઇ શકે, સતનું નો થાય. – ખોડાબાપા

=> આમાં કાંઇ મેળવવા જેવું છે નહી, કાંઇ છોડવા જેવું છે નહી. બસ હવે હાઇલા જાવ. – ખોડાબાપા

=> ભગવાન સર્વવ્યાપી છે એને કોણ પ્રકાશિત કરી શકે?! – ખોડાબાપા

=> મેળવવા તરફ કે છોડવા તરફ ગ્યા તો એનો છેડો નહી આવે. – ખોડાબાપા

=> જ્ઞાનને મૂકી દ્યો અને ક્રિયાને મૂકી દ્યો. તમે શાંત થઇ જાશો એટલે જે અનાદિથી એક સહજ સાધના બધાની અંદર પડેલી છે, તમને મળી જાશે. બસ. છે જ બધાની અંદર, પછી પ્રશ્ન જ ક્યાં છે? – ખોડાબાપા

=> જે કાંઇ આ પરમાત્માએ બનાઇવું છે એ પોતાની મસ્તી, મોજ કરવા માટે, પોતાની જ કલાને એણે વ્યક્ત કરી છે. મારી, તમારે માટે નહી. – ખોડાબાપા

=> જેવો છે પરમાત્મા એવું એણે બનાઇવું છે. – ખોડાબાપા

=> એકપણ ઠેકાણે તમને ભેદ દેખાય છે એ તમારી ગેરહમજણ છે. – ખોડાબાપા

One thought on “ખોડાબાપા સાથે સત્સંગ વિડીયો. તા. ૧૭-૦૨-૨૦૧૭

  1. jignesh bhayani says:

    Khoda bapa is real Vigyani, doing very good job Devang bhai, Keep posting Quotes and videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *