ખોડાબાપા સાથે સત્સંગ વિડીયો. તા. ૨૨-૦૨-૨૦૧૭

=> હંમેશા સિધ્ધાંત ઉપર જીવવું એ માણસનો ધર્મ છે. સિધ્ધાંત હાચો છે, ખોટો છે કે મતલબનો છે, ઇ પછી એને વિચારવાનું. કારણકે હું મારા સિધ્ધાંત પર જ જીવું છું. – ખોડાબાપા

=> આયા જેટલા કોઇકોઇનાં વિચારકો આવે છે, ઇ બધાને એવું નક્કી છે કે મને હમજાઇ ગ્યું છે. હવે મને ખબર છે કે આને હમજાણું નથી. જો સમજાય તો એને બીજે જાવાની જરુર ક્યાં છે? બોલવાનું તો હું બોલી ગ્યો છું ને? એમાથી જ એ નિર્ણય નો કરી લે? પણ જેટલા માણસને મારામાં વિશેષણ દેખાય છે કે અપૂર્ણતા દેખાય છે ઇવડા ઇ આયા ધક્કો ખાય છે. – ખોડાબાપા

=> સમજાઇ ગ્યું છે તો તમારે આવવાની જરૂર હું છે? – ખોડાબાપા

=> મને મોજ આવી જાય અને બોલી જાતો તો ત્યારે હું મારો આખો સંપૂર્ણ કાબુ ગુમાવી દેતો તો. બોલતો તો હાચુજ. અને એને ઉતરી જાય એવી મારી ભાવનાથી બોલતો તો. મારો દુશ્મન છે એવી રીતે નોતો બોલતો. પણ મને એમ થ્યું કે હવે કંટોલમાં આવી જાવ. એની પાછળનું બીજુ કારણ: એવી રીતે જ્યારે બોલુ છું ત્યારે મગજમાં પરસેવો વળી જાય છે. મને કાયદેસર અનુભવ થાય છે કે ભાઇ તુ કંટોલમાં આવી નક્કર ગાંડો થઇ જાઇશ અને તને કોઇ નહી હાચવે…! (હાસ્ય)- ખોડાબાપા

=> કોઇની મસ્તીને આપણે અહમ કેવાય? – ખોડાબાપા

=> હું કોઇને પણ અપૂર્ણતાની દ્રષ્ટિએ જોવ છું, વિરોધની દ્રષ્ટિએ જોતો નથી. – ખોડાબાપા

=> અહમ કોઇ વ્યક્તિને હોય તો તે છાયા-તડકા જેવું છે. ઘડીકવાર પુરતુ જ છે. – ખોડાબાપા

=> માણા નવાણું ટકા એના શબ્દોને પકડી લે છે, ખરેખર તેનાં અત્સિત્વને સમજવાનો પ્રયત્ન નથી કરતા. – ખોડાબાપા

=> હું એમ કવ કે “એમ નો હોય”, તો એનો અરથ એવો થ્યો કે એ મારું અહમ છે? નહી. – ખોડાબાપા

=> જીવન સ્વતંત્ર છે એટલે તમે ગમે તે રીતે જીવી શકો ને? જેની જીવનની રીતે હોય ઇ સમજી લ્યો ને એટલે અહમનો પ્રશ્ન જ આખો ઉડી જાય. – ખોડાબાપા

=> જે કાંઇ તમે કોઇને વિશેષણ આપો છો કે એને કાપો છો તો એની પાછળ એનું હિત છે કે તમારુ? – ખોડાબાપા

=> મેજોરીટી આપળે પ્રશ્નો જ એવા પઇકડા છે કે એને યથારથ સમજતા નથી. – ખોડાબાપા

=> મારી દ્રષ્ટીએ તો તમે કોઇપણ અહમી માણસનાં દિલમાં જાહોને તો ખરેખર પ્રેમ હઇશે. – ખોડાબાપા

=> હંમેશા કોઇપણ જાતની ક્રુરતા કે વિશેષણની પાછળ છે નિરંતરતા. ઇ વાત નક્કી છે. – ખોડાબાપા

=> કોઇ તમને સલાહ આપશે તો એ તમને ભૂલાઇ જાશે. પણ ઇ તમને જે કટાક્ષ મારશે ઇ અહમ. – ખોડાબાપા

=> કોઇની મર્યાદામાં રહીને પ્રેમ થઇ શકે? મટી જાવું હોય તો મટી જવાય? નો થાય. – ખોડાબાપા

=> કોઇએ પોતાનાં રહસ્યને જાણવું હોય તો પોતાની ધારણા, પોતાનાં સ્વિકાર માત્રને ફેંકી દેવો પડે. અને ઇ જાહેરમાં ક્યાં ફેંકવાનાં છે? તમારે તમારી અંદર જ ફેંકવાના છે. – ખોડાબાપા

=> જે જીવન જીવો છો તે બધી ધારણા જ છે, હકીકત કાંઇ નથી. – ખોડાબાપા

=> શરીર બનવાની સિસ્ટમ એક જ છે, અનાદિથી. હવે એમાં તમે વાણીયા સ્વિકારી લ્યો અને હું કુંભાર સ્વિકારી લવ તો એ બેયની મૂર્ખતા જ છે કે બીજું કાંઇ છે? – ખોડાબાપા

=> પ્રકરતી અને પરમાત્માનો નિયમ જ સર્વવ્યાપી છે, મર્યાદિત નથી એટલે ઇ બધાને એક જ હરખા મોકલે છે ને? પછી આપણે બાઇણે આઇવા પછી આપણે આ બધું ધારણ કરી લઇ છી. – ખોડાબાપા

=> હકીકતમાં જેને તમે સમજ માનો છો ઇ જ ગેરસમજ છે. – ખોડાબાપા

=> ભગવાન આમાં(શરીરમાં) ગરી નો જાય અને આમાથી બીજુ કાંઇ નિકળી નો જાય. આ બધા અજ્ઞાનીઓનાં પ્રશ્ન છે. – ખોડાબાપા

=> થાય ઇ માયા, અને નો થાય ઇ બ્રહ્મ. – ખોડાબાપા

=> થાય ઇ અસત્ય, અને નો થાય ઇ સત્ય. – ખોડાબાપા

=> નિંદરમાં હોવ તો “જાગી ગ્યો” એમ કેવાય, પરંતુ એમાં નિંદર ય નથી અને જાગવાનુંય નથી. ઇ પ્રશ્ન જ એનો નથી. જે તમારુ સત્ય કે જે તમારું ખરેખર અત્સિત્વ છે એમાં જ્ઞાન કે અજ્ઞાન, જે બે પણાનાં શબ્દો જેટલા ર્યા એટલાનો અવકાશ જ નથી. જન્મ-મૃત્યુ નથી, સુખ-દુખ નહી, જ્ઞાન-અજ્ઞાન નહી, ધર્મ-અધર્મ નહી, બંધન-મુક્તિ નહી. જ્યા સુધી તમે આની ઓથે છો ત્યા સુધી અ મુદો જેમ છે એમ તમારી અંદર સ્થાપિત થ્યો નથી. – ખોડાબાપા

=> પરમાત્મા એટલે સ્થિતી છે. સ્થિતી એવી છે કે જેમાં બે-પણું નો હોય. બે પણું નો હોય તો ત્રણ પણું નો હોય. – ખોડાબાપા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *