ખોડાબાપા સાથે સત્સંગ વિડીયો. તા. ૧૭-૦૨-૨૦૧૭

=> ત્રીજો મુદો અવ્યક્ત હશે તેને તમે ગમે તેમ કરશો તો પણ સમજી નહી શકો. - ખોડાબાપા => ધ્યાનની છણાવટ હોઇ શકે, ધારણાની છણાવટ હોઇ શકે, સમાધિની નો થાય. - ખોડાબાપા => ચિત અને આનંદનું વર્ણન થઇ શકે, સતનું નો થાય. - ખોડાબાપા => આમાં કાંઇ મેળવવા જેવું છે નહી, કાંઇ છોડવા જેવું છે નહી. બસ હવે હાઇલા જાવ. - ખોડાબાપા => ભગવાન સર્વવ્યાપી છે એને કોણ પ્રકાશિત કરી શકે?! - ખોડાબાપા => મેળવવા તરફ કે છોડવા તરફ ગ્યા તો એનો છેડો નહી આવે. - ખોડાબાપા => જ્ઞાનને મૂકી દ્યો અને ક્રિય...
More

ખોડાબાપા સાથે સત્સંગ વિડીયો. તા. ૨૨-૦૨-૨૦૧૭

=> હંમેશા સિધ્ધાંત ઉપર જીવવું એ માણસનો ધર્મ છે. સિધ્ધાંત હાચો છે, ખોટો છે કે મતલબનો છે, ઇ પછી એને વિચારવાનું. કારણકે હું મારા સિધ્ધાંત પર જ જીવું છું. - ખોડાબાપા => આયા જેટલા કોઇકોઇનાં વિચારકો આવે છે, ઇ બધાને એવું નક્કી છે કે મને હમજાઇ ગ્યું છે. હવે મને ખબર છે કે આને હમજાણું નથી. જો સમજાય તો એને બીજે જાવાની જરુર ક્યાં છે? બોલવાનું તો હું બોલી ગ્યો છું ને? એમાથી જ એ નિર્ણય નો કરી લે? પણ જેટલા માણસને મારામાં વિશેષણ દેખાય છે કે અપૂર્ણતા દેખાય છે ઇવડા ઇ આયા ધક્કો ખાય છે. - ખોડાબાપા =...
More

ખોડાબાપા સાથે સત્સંગની વાણીનાં અંશ – વિડીયો – 03-03-2017

હંમેશા કોઇપણ પ્રશ્નની અંદર બે મુદ્દા હોય છે. જડતા અને સરળતા. - ખોડાબાપા   તમારે મેળવવું છે ઇ તમારી જડતા છે. - ખોડાબાપા   સરળતા ત્યારે જ આવશે કે જ્યારે તમને નક્કી થાહે કે આ થઇ રહ્યું છે, હું કરતો નથી. - ખોડાબાપા   જ્યા સુધી તમે કરો છો તેવી ધારણા છે, ઇ જડતા છે. ત્યા હુધી નિષ્ફળતા સિવાય તમારી અંદર નહી આવે કાંઇ. - ખોડાબાપા   જો આમા સફળતા મેળવવી હોય તો થઇ રહ્યું છે એમાં આવી જાવ. - ખોડાબાપા   જેમ થવાનું છે તેમ જ થાશે તો મારે કરવું શા માટે જોઇએ...
More